પાછલા મહિનાઓમાં
જીવનીની પળોજણમાં ગુચવાયેલ પણ
વર્ષોથી પાસે રહી ધબકતો રહેલ સંબંધ ;
નિરાંતે ...
સમજી શકાયો
ઉછેરી શકાયો
સ્પર્શી શકાયો
જીવી શકાયો
બાથમાં ભીડી શકાયો
પળેપળ આંખોમાં ઝીલી શક્યો
ડાળે ડાળે પાંગરી શકાયો
રોજ ઉત્સવ સમો ઉજવી શકાયો
ફાગણ જેવો ફોરી શકાયો
પાનખરમાં વસંત'સો મ્હોરી શકાયો
ફરી, ફરી ,ફરી ચાહી શકાયો
આસપાસ ચારેકોર નિત્ય શ્વસી શકાયો ...
સાથે રહી શકાયો
વિટમ્બણા સાથે આવેલો સમય
સાથે રહી વીંધી શકાયો !
અવસર કરી માણી શકાયો
"દિવ્યતા"