Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાજકારણ અને કંપનીઓમાં જેટલો સગાવાદ ચાલે છે એટલો બીજે ક્યાંય નથી ચાલતો. રાજકારણમાં તો સમજ્યા, ત્યાં જવાની ઈચ્છા બધાની હોતી નથી. પરંતુ કંપનીઓમાં ચાલતો સગાવાદ ઘણાંને મુશ્કેલીમાં મૂકે છે. કેટલીયે વાર એવું બને છે કે સગાવાદનાં કારણે ઘણાં યોગ્ય લોકોને નોકરી નથી મળતી અને અયોગ્ય ઉમેદવારો બાજી મારી જાય છે.
કેટલીયે વાર અયોગ્ય ઉમેદવારને નોકરી મળ્યા પછી એઓ પોતાની પદવીને યોગ્ય ન્યાય આપી શકતાં નથી અને અંતે નુકસાન ભોગવવાનો વારો આવે છે.
આપણાં સમાજમાં જયાં સગાવાદની જરૂર છે ત્યાં એ નથી ચાલતો. ત્યાં બધાં એકબીજાને પછાડવા માટે કાવતરા કરતાં રહે છે. જ્યારે કોઈ સગાં પોતાની દુકાન ખોલે છે કે પછી પોતાનો ધંધો શરૂ કરે છે ત્યારે એની પાસે સગાવાદનાં નામે સગાઓ મફતમાં કે પછી મોટા ડિસ્કાઉન્ટ સાથે વસ્તુ ખરીદવા પહોચી જાય છે. હકીકતમાં તો સગાવાદનો ઉપયોગ આપણાં સગાંનો ધંધો વધારવા માટે કરવો જોઈએ, નહીં કે એની પાસેથી મફતમાં બધું લઈને એને આર્થિક નુકસાન કરાવીએ.
અંતે, સગાવાદ જેટલો સારો એટલો જ નુકસાનકારક.
#સગાવાદ

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111549554
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now