ભુલાયેલા સપનાએ
ભુલાયેલા સપનાએ મનરૂપી દરવાજા ઠોકતા પૂછ્યું:
કેમ છે તું !? હું યાદ છું કે હું પણ ભુલાઈ ગયું !?
મે પણ સાંભળ્યું હતું, એ જ થયું
નવું કંઇક નવ દી માં જ ખોવાઈ ગયું.
એને જ કીધું, તારા વાયદા નાં વાટે બેઠું રહ્યું હું
ને તું તારા મસ્તી માં રમતી ને ભૂલતી મને.....
કેમ ભાન સુધ્ધાં ન રહ્યું તારી જાત નું?
કેમ છોડી દીધું અધવચ્ચે મને ક્યારનું!?
એને ઉમેર્યું, તારે જ થવું તું ને સામ્રાજ્ઞી મારું
તો શું કામ!? છોડી દીધું એ કાલ્પનિક સામ્રાજ્ય મારું!?
યાદ કરે તું મને પણ.... સમય નું તને હવે ધ્યાન નથી.
તું છે હવે બીજી રાહે જેનું હવે તને જ્ઞાન નથી......
ફરી કહે એ, યાદ રાખજે મને હું જડીશ તને એ જ રાસ્તે
વાતો કરીશું તું ને હું(ભૂલયેલું સપનું) બીજા ભુલાયેલા સપના ને વાસ્તે....