એકદમ ભરચક
મારું એકાંત
કેટલીયે યાદો
કેટલાયે પડધાઓ
કેટલું બોલકું મારું એકાંત
ઊઠતા રહે છે
કેટલાય વમળ !
થતા રહે છે
કેટલાંયે પરીક્ષણો.
હરદમ, હરક્ષણ
ઉઠતો નાદ
કોણ હું ?
ક્યાં છું હું ?
શું મારું અસ્તિત્વ...
શું મારું ગંતવ્ય ?
શી મારી મંઝિલ ?
આ લોક, પરલોક
આવી છે ‘પ્રભુ’ ની અલૌકિક #કથા
#કથા #પ્રભુ 💝