તારલાના તેજ થી બ્રહ્માંડ શણગારો...બાપ્પા આવે છે
અનંત કોટિ ચંદ્રો ની માળા બનાવો....બાપ્પા આવે છે
સોના ચાંદી થી ઘર ઘરને મઢાવો ....બાપ્પા આવે છે
ફૂલોથી સેજ ના શણગાર કરાવો...બાપ્પા આવે છે
રિદ્ધિ સિદ્ધિ સહ સ્વાગત કરાવો...બાપ્પા આવે છે
બ્રહ્માંડોમાં જય જયકાર ગુંજાવો....બાપ્પા આવે છે
સૂર્ય જ્યોતિની આરતી કરાવો...બાપ્પા આવે છે
લાડુ મોદકનાં ભોગ લગાવો....બાપ્પા આવે છે
મૂષક સવારી રાજરાજેશ્વર....બાપ્પા આવે છે
આનંદોત્સવ હર ઘરમાં મનાવો....બાપ્પા આવે છે
- હાર્દિક ગાળિયા