#ભોળો
હજુય છે મારામાં નાના બાળક જેટલું જ બાળપણ,
હજુય છે મારામાં ગભરુ સસલા જેટલું જ ભોળપણ.
શું ક્યારેય આવશે મારામાં સમજદારીનું ડહાપણ.!?
કે નહીં આવે મારામાં માણસ ઓળખવાનું ઘડપણ.!?
અટવાયા કરે છે મન બનીને એમાં એક વિહંગ,
શું મળશે એને એક સમજદારીના વડ સાથે સગપણ.!?