અજબ છે મારો પ્રેમ;
લોકો પુંછે છે કેમ?
હું કહું છું એમ;
અજબ છે મારો પ્રેમ;
કાચી ઉમર માં થઈ ગયો;
દિલ દઈ એમનો થઈ ગયો;
તોય એકલો રહી ગયો;
છતાં... અજબ છે મારો પ્રેમ.
ના એકરાર કર્યો, ના ઈન્કાર કર્યો;
મેં તો બસ એમનો દિદાર કર્યો;
એક નહીં અનેકો વાર કર્યો;
છતાં... અજબ છે મારો પ્રેમ.
મળ્યા નહીં ને છુટા પડ્યા;
ના હસ્યા, ના રડ્યા, ના લડ્યા;
તોય યાદ બસ એમનેજ કર્યા;
છતાં... અજબ છે મારો પ્રેમ.
નજર અમારી જ્યારે મળતી'તી;
પલકે એની ઝૂકી જાતી'તી;
મનમાં એ હસતી'તી, થોડું શરમાતી'તી;
મૌન રહીને એ ઘણું કહી જાતી'તી;
છતાં... અજબ છે મારો પ્રેમ.
દિલ અને દિમાગ વચ્ચે થાય છે ઘર્ષણ;
એ પ્રેમ હતો કે હતું આકર્ષણ;
તો કેમ મળ્યો નહીં વર્ષો વર્ષ?
છતાં... અજબ છે મારો પ્રેમ.
હવે તો એકજ છે મારો "એઇમ"
મળવું છે ગમેતેમ પુંછવું છે એને;
તારેય હતો એ હતો વેમ,
કે પછી ખરેખર હતો એ પ્રેમ;
છતાં... અજબ છે મારો પ્રેમ.
લોકો પુંછે છે કેમ?
હું કહું છું એમ.. હું કહું છું બસ એમ