નવરાશ ની પળો હોય, ને હું વેડફુ?
યાદોને તારી,મારી ગઝલમાં ના ભેળવું?
નિંદા કરું શુ કોઈની, જાતને ના કેળવું?
દોષ જાતનોય છે, દોષી બીજાને શુ ઠેરવું?
ફુરસદ જો હોય ખુદને ,કોઈને શુ છેડવું?
ગમે ના જાતને કાયમ, વ્યર્થ દુઃખોથી ઘેરવું?
મળે નવરાશ પળ બે પળ, ખુદાને ના મેળવું?
વહે આ જીવન તદ્દન વ્યર્થ ,ખુદને તુજમાં ભેળવું?
કરું શું વાત મારી હું? જે તારું દૂર આ રહેવું
કહું જો એક શબ્દે હું, તો અમને 'બેહાલ' કહેવું
---પ્રશાંત ગઢવી ( 'બેહાલ' )
#નવરાશ