#વારસો
૧૫ ઑગસ્ટ સ્વતંત્રતા દિવસ છે
બધાના હોઠ પર એજ
વારસો આપણી આઝાદીનો
મળ્યો એવી વાત રહેશે
એકતા નાં ગીતો ગવાશે
શહીદો ને શ્રદ્ધાંજલિ અપાશે
બલિદાનની યાદો ની વાતો થશે
ભારતીય હોવાનો હુંકાર દેખાશે
એજ જય જય કાર ગવાશે ...!!
અને પછી .. પાછી એજ ઘરેડ
નાત, જાત, ધર્મ, ભેદભાવ,
કાવાદાવા અને એજ
રાજરમત..!! પણ
આજે સંકલ્પ લઈ ને આ બદલવું
જ રહ્યું..એકતાની વાતો નહિ
એક થઈ ને રહેવું જ રહ્યું..
શહીદો નાં બલિદાન ને માન
આપવું જ રહ્યું...
"જય હિન્દ...."
Asi..