જય ભારતી જય ભારતી જય જય જય માં ભારતી
જેની રક્ષા કાજે હિમાલય હો
સાગર પગ જેના સાગર પંખારતી
નદીઓ જ્યાં ખળ ખળ વહે
નર્મદા, કાવેરી ને રેવતી
જય ભારતી જય ભારતી જય જય જય માં ભારતી
ભુમિ છે જે બાર જ્યોર્તિલિંગની ને
ગંગા, યમુના અને સરસ્વતી
જે મૃતકોને મોક્ષ અપાવતી
જય ભારતી જય ભારતી જય જય જય માં ભારતી
જન્મ લીધો છે પવિત્ર ભુમિ પર
રામ, કૃષ્ણ, બુધ અને મહાવીરે
મળ્યા ગ્રંથ રામાયણ અને ભગવદ્ ગીતાજી
જય ભારતી જય ભારતી જય જય જય માં ભારતી
જેની આઝાદી ની ખાતીર
લડ્યા સરદાર, જવાહર ને
લડ્યા અહિંસા ના મહારથી
જય ભારતી જય ભારતી જય જય જય માં ભારતી
જાન કરી કુરબાન જેમણે પોતાની
ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ
મર્યા પછી પણ આઝાદ રહ્યા
એવા આઝાદ ચંદ્રશેખરજી ને
નમન કરતા હર ભારતીય
જય ભારતી જય ભારતી જય જય જય માં ભારતી
🙏સ્વાતંત્ર્ય દિવસ ની શુભકામના 🙏