Quotes by Meghal Upadhyay in Bitesapp read free

Meghal Upadhyay

Meghal Upadhyay

@meghalben9490


રંગોના આ ઉત્સવમાં એકબીજાને સતરંગી રંગોની સાથે થોડો માણસાઈ નો રંગ પણ લગાવીએ
'મેઘુ'

-Meghal Upadhyay

જોઇતી હતી આઝાદી મને તારા પ્રેમમાં 

      અંબરમાં ઉડવાની

 પણ તારા પ્રેમમાં તો મારી પાંખો જ કપાય ગઇ!


         થઇ ગઇ કેદ હું તારી લાગણીઓમાં

અને અંબરમાં ઉડવાના સપના જોતી હું

           પ્રેમની ઓઢણીમાં વીંટળાઈ ગઈ !

Read More

સ્ત્રીની પણ કેવી વિવશતા, મોહપાશમાં આવી કયારેક મયૉદા
ઓળંગી જતી સ્ત્રીને ડગલે નેં પગલે અગ્નિ પરીક્ષા આપવી પડે છે. અને
એને મોહપાશમાં બાંધનાર પશુઓ
બધે ડર વગર ફરે છે.આ જ તો આપણો દંભી સમાજ છે.

✍🏻:-મેઘલ કિશોરભાઇ ઉપાધ્યાય'મેઘુ' રાજકોટ

Read More

રાત ભર કોઇના વહેલા આંસુ ઝાકળ બન્યા
ફૂલોને સૌંદર્ય આપવા
સવારે વરસી પડયાં

-Meghal Upadhyay

મારું જીવન તો વેરાન વગડો હતું.તેમાં મેં આપ સૌ મિત્રોનું શબ્દના વાવેતર કરી એની સંભાળ

લઇ શબ્દોના છોડને વટવૃક્ષનું વન બનાવેલું જોયું.આ

જોઇ મને પણ મારા જીવનની પડતર જમીનમાં શબ્દોના વાવેતર કરવાની ઇચ્છા થઇ,અને મેં શબ્દો

ઉગાડવાની કોશિશ કરી તેમાં આપ સૌએ મને મારો

છોડ વટવૃક્ષ બને તેનું શબ્દો રૂપી પ્રોત્સાહન આપ્યું,જેના થકી મારા શબ્દોના વાવેતરનો બાગ બન્યો.આમ જ જો આપ સર્વનો સાથ રહ્યો તો મારા

શબ્દોનો બનેલો બાગ એક દિવસ લીલી વનરાજીમાં 

જરૂરથી પરિવર્તન પામશે.

Read More

જોઇ મને તારા ચહેરા પર આવતું પ્રેમાળ સ્મિત એ જ મારી શુભ પાંચમ

-Meghal Upadhyay

માણસે ધનનો અંહકાર કે ધર્મનો આડંબર ક્યારેય ના કરવો જોઈએ.અને એવા ભ્રમમાં પણ ના રહેવું જોઇએ કે પોતાની પાસે ધન હોવાથી કે તે ધર્મને સમર્પિત હોવાથી દુનિયાની નજરે બહુ જ સારો માણસ છે. કેમકે આ બધાથી તે ધનવાન કે ધાર્મિક માણસ જરૂર કહેવાશે પણ તે સારો માણસ ત્યારે કહેવાશે જ્યારે તેનામાં માણસાઈ હશે.માટે પહેલાં માણસ બનો પછી ધનવાન કે ધાર્મિક બનો.

Read More

હું એક સ્ત્રી છું
હું એક ડાહી દિકરી છું. હું એક મદદગાર બહેન છું.હું આદર્શ વહુ છું. હું પતિ માટે કાર્યેષુ દાસી, કર્મેષુ મંત્રી ,ભોજનેષુ માતા, શયનેષુ રંભા છું.હું મારા બાળકો માટે દુનિયાની સૌથી સારી "માં" છું.દિયર અને નણંદ માટે ખૂબ જ સારી મિત્ર છું,પણ આ બધા સંબધો સારી રીતે નિભાવનાર હું "હું કયાં છું?".
✍️:મેઘલ કિશોરભાઇ ઉપાધ્યાય

Read More

કોઇ તમને ખરા દિલથી પ્રેમ કરતું હોય પણ જો તમે એની લાગણી જોડે રમત કરી જાવ તો એ માનસિક બળાત્કાર કર્યો જ કહેવાય
#માનસિક

Read More

એક સમય હતો જ્યારે કાગડોળે ઘરે ઘરે પોસ્ટમેનની રાહ જોવાતી કેમકે એના દ્વારા જ આપણને સારા માઠા સમાચારની જાણ થતી અને નવી નવી સગાઇ થયેલાને તો એ મેઘદૂત સમાન લાગતો,પણ આજના આ મોબાઈલ યુગમાં તો બધા પોસ્ટમેનનું મહત્વ જ વિસરી ગયા છે.
#પોસ્ટમેન

Read More