Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને એકલી ફરતા કેમ રોકો છો,
ખુલ્લી હવા શ્વાસોમાં ભરતા કેમ રોકો છો,
નથી કોઈ કઠૂતળી કે નથી કોઈ તમારુ પાડેલું જાનવર,
સ્ત્રી છું એટલે મને કેમ રોકો છો,

મારા પણ કૈક અરમાન છે કૈક ઓરતાં છે,
જો છે તમને અધિકાર તો મને કેમ રોકો છો,
જન્મ મરણ સુધ્ધાં મારા અર્પણ કરી દઉ હું તમને મારા,
તોયે ખુલ્લી હવા શ્વાસોમાં ભરતા કેમ રોકો છો,

આવડત ગણી બધી છે મુજમાં એ તમને શું ખબર,
તમે તો દર પગલે મનેજ અવગણો છો,
હસવું છે, રડવું છે, બોલવુ છે, ગાવું છે મારે પણ,
પણ મારી હૃદય ની ઊર્મિઓને,
હોઠે આવતા કેમ રોકો છો,

તમને લાગે છે કે તમે જીત હાસિલ કરી મારા પર,
પણ તમે ફકત મને હોઠ ખોલતાજ રોકો છો,
ગણુંયે ધરબાયેલું છે આ હૃદય મા મારા,
એ તમને પણ ખબર છે,
એટલેજ ડરથી મારા હૃદયના આવેગોને,
હોઠે આવતા રોકો છો.

B+ve
#હોઠ

Gujarati Blog by Krishna : 111541000
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now