બહુ જિદ્દી મન છે તકલીફ પડે છે એને સમજાવતા.
ક્યારેક શબ્દો પણ અટકે છે આ હોઠ પર આવતા.!
કહી તો કંઈપણ નાખું પણ દુઃખી કરી મારે ક્યાં જાવું.!?
સંબંધમાં શબ્દો ને પણ ડર રહે આ હોઠ પર આવતા.!
સમસ્યા તો આજે છે ને કાલે નથી રહેવાની સમજુ છું,
અવિચારી ના બનું શબ્દો રોકું આ હોઠ પર આવતા.!
બહુ પ્રેમ કર્યો છે મને ને લાગણીસભર જિંદગી આપી,
રોકવા પડશે કઈ શબ્દોને આજે આ હોઠ પર આવતા.!
#હોઠ