કાળો છે કાનુડો ને રાધા છે ગોરી;
સાથે છે ગોપી,ગોવાળિયા ની ટોળી;
રમે છે ગોપીઓ સંગ રાસ ને હોળી;
મિત્રો સાથે કરે છે માખણ ની ચોરી;
નાથ્યો કાળીયો નાગ ને મટકી ફોડી;
માર્યા દાનવો ને એની હડીયાં તોડી;
કંસ ને હણ્યો, યુધ્ધ પણ ના લડી ;
કૌરવો હરાવ્યા, પાર્થ સંગ બની જોડી ;
બન્યા લિલાધર ને બન્યા ગીરધારી;
કહેવાયા રણછોડ એતો રણ છોડી;
હર્યા દુખ સુદામાના ને વિપદા ટાળી;
કરે છે રક્ષા સહુની એ ગોવર્ધનધારી;
હે કનૈયા તારી લિલા છે બહુ ન્યારી;
સમસ્ત વિશ્વ તારી પર ગયું છે વારી;
આપ સહુને શ્રી કૃષ્ણાષ્ટમી નીમિતે,
"વિનોદ" આપે શુભેચ્છા હાથ જોડી;
🙏શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છા 🙏