રત્ન-ગ્રહોની વાતો ઉભરે,
વિચાર મનમાં એતો સ્ફુરે!
નડે ગ્રહ તો રત્ન સૌ પહેરે;
નડે 'માનવી', કોઈ શુંય કરે?
વિવેકપૂર્ણ વિચાર જો કરે,
મારગ અનોખા અનેક જડે!
ગ્રહો કાજ પહેરે વીંટી એ,
સંબંધો માટે મૂકે લીટી જે;
નડે શું, ગ્રહ કે માનવી રે,
મૂકે બધું એક ખીંટીએ તે!
થાય સરળ રાહ દિલની રે,
મુકાય પોટલું ભારનું નેવે રે!
~ કેતન વ્યાસ
#રત્ન