Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રગટ્યા કારાગ્રહ મોઝાર કૃષ્ણ કિરતાર તમે.
હરવાને ભૂમિતણો ભાર કૃષ્ણ કિરતાર તમે.

દીપાવી તિથી અષ્ટમીને શ્રાવણ માસ પ્રભુ !
આપ્યો જગને ગીતાસાર કૃષ્ણ કિરતાર તમે.

હણીને આતતાયી ઉપદ્રવ દૂર કર્યો ભારતનો,
ભક્તજનને તમારો આધાર કૃષ્ણ કિરતાર તમે.

વીતાવ્યું શૈશવ નંદયશોદાના દ્વારે લીલા કરી,
' માખણચોર' નામ ધરનાર કૃષ્ણ કિરતાર તમે.

દ્વારકેશ,દયાનિધિ,દુઃખહારી દૃષ્ટદમન,દાતાર,
દારિદ્રય સુદામાનું હરનાર કૃષ્ણ કિરતાર તમે.

કરી મૂરલીનાદ મોહન મોહ્યાં ગોપીજન હરિ,
રાસ રાધાસંગે હો રચનાર કૃષ્ણ કિરતાર તમે.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111532912
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now