અતીત અને અનિતા એ લગ્ન પછી અમદાવાદ માં પોતાનું ઘર લીધુ અને ગામડે રહેતા અતીત ના મમી - પપ્પા ને પોતાની સાથે રહેવા બોલાવી દીધા. તેમને આવીને તરત જ અનિતા સાથે વાતે-વાતે ઝગડવાનું શરૂ કરી દીધું. નજીક માં રહેતા અતીત ના મોટા ભાઈ ભાભી કે સાસરે થી ક્યારેક આવતી બહેન પણ અનિતા ને હેરાન કરવાની કોઈ તક છોડતાં ન હતાં. અતીત તો અનિતા ની સ્થિતી સમજતો હતો પણ સબંધો સાચવવા અનિતા ને સહન કરી લેવા સમજાવતો. અનિતા પણ મોટા ને માન આપવા દુઃખી મન ને સમજાવી લેતી. હદ તો ત્યારે થઈ જ્યારે અતીત અને અનિતા ને ઘેર પારણું બાંધવાનું છે એવી જાણ થતાંજ બધા એ એક સાથે માળીને અતીત અને અનિતા ને તેમનાજ ઘર માં થી બહાર કાઢવાની યોજના કરી. પછી તો અતીત અને અનિતા એ લાલ આંખ કરવી જ પડી. કરણ કે હવે સંકટ પોતાના આવનાર બાળક ના ભવિષ્ય પર હતું.
#સંકટ