કોઈએ જરા કાન ભંભેરણી કરી ને સંબંધોમાં દરાર પડી,
દિવસનાં કલાકો ચઢતા ગયા ને ફરી એકવાર રાત પડી.
અંધારામાં અંધાય જવાયું ને આવાજ થતા ફાળ પડી,
સામે કોઈ છે એવું જોઈને જોતા-જોતામાં રાડ પડી.
જૂઠા જગતમાં પડતી થઈ ને આંખોમાંથી આંસુડાની ધાર પડી,
જાલીમ જગતનાં માનવીઓથી રડતા રંક પર લાગણીભરી જાળ પડી.
જાળ કાઢતા રંક ફસાયો ને થયું કે પહેલાથી જાળમાં આટી પડી,
થોડું વધુ મથ્યો રંક ને ત્યાં તો જાળ પોતે જ ફાટી પડી.
લ્યો ગુલ આતો પહેલું જ થયું કે,
કોઈએ જરા કાન ભંભેરણી કરી ને સંબંધોમાં દરાર પડી,
દિવસનાં કલાકો ચઢતા ગયા ને ફરી એકવાર રાત પડી.
-Gul(Neek)