શરીર અને મનનો સબંધ સમજાતો નથી.
શરીર એક જ સ્થળે હોય છે,
મન ! સમયના સ્તરો ભૂત,વર્તમાન,ભવિષ્ય
ત્રણેયમાં સહજતાથી ભટકી શકે છે.
ભૂતકાળ માત્ર કલ્પનામાં હોય છે.
શરીર પાસે માત્ર અનુભવની મર્યાદા હોય છે,
જ્યારે મન અનુભવના અમર્યાદ અંતરીક્ષમાં વિહાર કરે છે.
જે વેદના થાય છે
એ શરીરને થાય છે કે મનને ?