Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગીતા ૨-૧,૨

संजय उवाच
तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम्‌।
विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः॥
श्रीभगवानुवाच
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्‌।
अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन।

ગીતા ને આપણે જગત ની સૌથી પહેલી psychotherapy કહી શકીયે છીએ.
કુષ્ણ સૌથી પહેલા psychoanalyst કહેવાય.

અહીં કુષ્ણ ને ભગવાન ની ઉપાધિ આપી છે, કારણકે પુરાણો મુજબ જે બધુ ભોગે છે તે જ ભગવાન કેવાય છે. કુષ્ણ એ ક્યારેય પાછીપાની કરી નહોતી પછી ભલે કયારેક પાછું વળીને ભાગવું પણ પડે.કુષ્ણ જે કહે છે તે આખરી સત્ય કહેવાની હિંમત ઘણા મા નથી હોતી માટે જ એને ભગવાન કહ્યા છે.
ભગવાન અર્જુન ને સૌથી પહેલા તેના અહં પર ઘા કરતા કહે છે કે આ કસમયે શ્રેષ્ઠ પુરુષો કોઈ મોહ નથી કરતા.આ મોહ સ્વર્ગ કે કિર્તી આપતા નથી. અર્જુન એક મહાન બાણાવળી હતો, તેમના ગુરુ, સ્વજન, મિત્રો દ્વારા તેનો અહં ઘડાયો હતો.પોતાને શ્રેષ્ઠ બનાવવામાં તેણે કાંઈ બાકી રાખ્યું નથી. માટે કુષ્ણ પહેલાં અહીંયા પ્રહાર કરે છે.
વ્યક્તિ જે પણ કંઈ કરે છે તે પોતાની વર્તમાન પરિસ્થિતિ થી ઉપર જવા કરે છે પછી ભલે તે માન હોય,યશ કે કિર્તી હોય કે મોક્ષ હોય અને એનાં લીધે જ મોહ નો જન્મ થાય છે.પણ કૂષ્ણ કહે છે કે યુદ્ધ સમયે આવો મોહ કોઈ શ્રેષ્ઠ પુરુષો કરતાં નથી કે હું કંઈક કરુ તો મને કિર્તી, સ્વર્ગ મળશે અત્યારે આવા મોહ નો ત્યાગ કરવો જોઈએ અને યુદ્ધ કરવું જોઈએ.

Gujarati Thought by Jay Vora : 111502685
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now