દરેક સફળતા મહેનત માંગે છે , સાથે ટાઈમ મેનેજમેન્ટની આવડત ને પોતાના લીધેલા દરેક સાચા ખોટા નિર્ણય પર સફળતા નિર્ભર છે ! આ સમજાઈ જાય તો જીવન તરી જવાય ! દરેક બાળકને પાયાના ઘડતર દરમ્યાન કેળવણીરૂપે મહેનત વિના કશું નહિ મળે , ઉપરાંત સમયનું મૂલ્ય સમજાવવા ટાઈમ લિમિટથી કામ કરાવવામાં આવે ને એમના દરેક નિર્ણય જાતે જ લેવા દેવામાં આવે ને જો નિર્ણય ખોટો હશે તો તે દુઃખી પણ ઓછા થશે ને આગળ વધવા સક્ષમ બનશે પાયાના ચણતરમાં જ આ તાલીમ આપવામાં આવે તો દરેક બાળક પોતાની રુચિના ક્ષેત્રમાં જવ્વલ્લે જ સફળ થવામાં અસમર્થ રહશે ! બાકી સફળતા સામે ચાલીને આવશે !
Nishita Pandya