#આજની પ્રતિયોગિતા#શબ્દ #સક્ષમ
સફળતા ક્યારે મળે છે ?
જ્યારે એક છત નીચે કામ કરતા હોઈએ ત્યારે ટીમવર્ક શીખવું બહુ જ જરુરી છે તે છતને પડતી બચાવવા કે ઊંચાઈનાં શિખર પર પહોંચાડવા માટેની ખૂબ જ અગત્યની વસ્તુ એટલે ટીમવર્ક.મારુંકામ કે તારું કામ ભૂલી અમારું કામ સમજતા થઈશું (યુનિટી હશે) ત્યારે જ પડતી છતને બચાવવા સઘળા સક્ષમ બનીશું. કાર્ય ભલે એક વ્યકિતનાં નેતૃત્વ હેઠળ હો પણ એ કાર્ય કોને સોંપોં છો ? એ એની જવાબદારી લેવા સક્ષમ છે કે નહિ ? આ પાસુ જોવું પણ એટલું જ અગત્યનું છે. એ કાર્યને પાર પાડવા જેને નેતૃત્વ અપાયું હો એ એનાં સો ટકા આપે , પુરતી લગન ને જે કંઈપણ જ્ઞાન ધરાવતું હો એ બધું જ તે કામને નિખાર આપવામાં અર્પણ કરે એટલું જ પુરતું નથી પણ એ કાર્યને કન્ટીન્યુટીપુર્વક જાળવવાનો ભાર પણ બીજા કોને કોને સોંપવામાં આવ્યો છે? ને એ પણ એમનો કેટલો સમય ફાળવી રહ્યા છે?,એનાં પર કેટલી લગન અને મહેનત કરી રહ્યા છે?તે પણ તપાસ કરવી જરુરી છે. જ્યારે આ બધા પાસા પરફેક્ટલી ચાલતા હો ત્યારે જ કાર્ય સફળ થાય છે.
મારી અનુભવની ડાયરી
૯/૦૮/૨૦૧૯