હમણાંથી એક દાદા દાદીની વાર્તાલાપ વાળો msg ખુબ વાઇરલ થયો છે.
દાદી:-આંગણે મોર પીંછ પડ્યું છે,લાગે છે મોર આવ્યો હશે.
દાદા:-તારે સમજવામાં ભૂલ થાય કદાચ કૃષ્ણ પણ આવ્યા હોય.
દાદાના વિચાર આમતો સકારાત્મક વિચાર ગણાય હૃદય સ્પર્શી પણ ગણાય ખરા,પણ દાદીની વાત પણ ખોટી નથી,કારણ કે દાદી એ નજરો દેખી હકીકત બ્યાન કરી છે,કારણ કે દાદી એ કહ્યું એ 99% હકીકત માની જ શકાય છે.
દાદાની વાત 1% સત્ય છે પણ એ ફક્ત હૃદયનું આશ્વાસન છે,જે આજની દુનિયામાં સંબંધના નામે ઘણા આપી જતા હોય છે,અને તે આશ્વાસન એવા લોકોનું જીવન બરબાદ કટ છે જેવો ફક્ત સંબંધના નામે જ અને તેની પનાહ માંજ જીવવા રાજી હોય છે. પણ ઘણા લોકોને તેની ભનક નથી હોતી કારણ કે તેમના જીવનમાં કોઈ એક વ્યક્તિ ખાસ નથી હોતું,બીજા પણ હોય છે.
પણ સત્ય વાત એ છે કે કોઈ ને દોષ ન દેવાય,બસ સંબંધ હોય ત્યાં સુધી મનભરી જીવી લેવું,કોઈને આશ્વાસન આપવું નહીં,અને કોઈના આશ્વાસન પર વિશ્વાસ પણ ન રાખવો.
Dp,"પ્રતીક"