મૃત્યુ એ દરેક જીવનનો અંત છે. પણ અંત સમયે મૃત્યુને સહજ રીતે સ્વીકારી લેવું એ જ આખા જીવનનો સાર છે. દરેક વ્યક્તિને ખબર જ છે કે અંતે તો મૃત્યુ નિશ્ચિત જ છે, પરંતુ તે છતાં પણ મૃત્યુનાં નામથી જ ગભરાય છે. વાસ્તવિકતા એ છે કે જો તમે કોઈ ડર વિના જીવવા માંગો છો તો દરેક દિવસને છેલ્લો દિવસ સમજીને માણો. મનમાં રહેલા તમામ ડર આપોઆપ દૂર થઈ જશે. વાસ્તવિકતાની જેટલા નજીક રહીશું તેટલા જ સહજતાથી જીવન ઉત્સવ જેવું માણી શકીશું.
#વાસ્તવિક