Gujarati Quote in Motivational by Asmita Ranpura

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી ડાયરી..✍️
ઘણી વખત મે સાંભળ્યું છે
વાંચ્યું છે કે
સ્ત્રી ઓ ને ઉંમર પૂછીએ
તો સાચો જવાબ ના
જ મળે😊 કેમ?
એનો જવાબ એક સ્ત્રી
ના જ શબ્દ માં...
"હકીકત માં મને પોતાને જ
નક્કી કરવું અઘરું પડતું
હોય છે, મારી વાસ્તવિક
ઉંમર કઇ?!!
કેમ કે...
હું ઉંમર નો દરેક પડાવ
એક સાથે જીવતી હોવ છું.
બાળકો સાથે બાળક
બની જાવ છું...
કોઈ સરસ પોતાને
ગમતા ગીત સાથે ડાન્સ
કરતી એક અલ્લડ યુવતી...
પતિ સાથે હું પ્રિય દોસ્ત..
વડીલો સાથે આજ્ઞાકારી
દીકરી, પુત્રવધૂ....
વિચારો પણ મને તેમના
જેવા આવે...
વાસ્તવિક રીતે દરેક ઉંમર
એક સાથે જીવતી હું...
મારે ઉંમર સાથે તો કોઈ
સંબંધ જ નથી...
બદલતા રહેવું એ તો
પ્રકૃતિ નો નિયમ છે...
અને હું પણ સમય સાથે
બદલાયા કરું છું
તો પછી, મારે હું કેટલા
વર્ષની છું કે થઈ એ સાથે
શું લેવા દેવા?!!
હું દરેક પળ જીવું છું..
અને જીવી લેવા માંગુ છું..
એક દિવસ બધાએ આ દુનિયા
માંથી વિદાય
લેવાની જ છે તો પછી..
જીવી લો જીંદગી ની
દરેક પળ...
" ज़िंदगी ना मिलेगी दोबारा"
બસ જીંદગી થી સંતોષ
હોવો જોઈએ ...
સ્ત્રી છું તો એનો ગર્વ છે"
Asi..
#વાસ્તવિક

Gujarati Motivational by Asmita Ranpura : 111495009
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now