જે છે તે છે જ - નરી વાસ્તવિકતા!
અંદર કે બહાર, સત્ય કાયમી છે!
ભ્રમનું પોષણ એ સમાધાન નથી,
વાસ્તવિકતા કોઈ અનુમાન નથી!
જીવન, ચઢાવ-ઉતાર, ને ગતી, કે;
સુખ-દુઃખ, હાસ્ય ને રુદન રહેશે!
વિશાળ વિશ્વનો એક તુચ્છ દેહ,
એ માનવ, સર્વોપરી કદાપિ નથી!
ચેતના, શ્વાસ, જીવન અને ચિત્ત
ક્ષણિક છે, એજ વાસ્તવિકતા છે!
--- કેતન વ્યાસ
#વાસ્તવિક