Gujarati Quote in Blog by Manish Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* વિશ્વનો મહા ગ્રંથ મહાભારત વાંચવા-સમજવા- શિખવા જેવો સમય અને રસ ના હોય, * તો પણ, તેના માત્ર *૯ સાર-સુત્રો જ,*
દરેકના જીવનમાં ઘણા *ઉપયોગી* નીવડે તેવા છે ..

૧) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો,
જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો- (*કૌરવો*)

૨) તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન, બધું જ નકામું થઈ જશે.. * (*કર્ણ**)

૩) સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો,
કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે- (*અષ્વત્થામા*)

૪) ક્યારેય કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે .. (*ભીષ્મપિતા*)

૫) સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે છે- (*દુર્યોધન*)

૬) અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને કામાન્ધ વ્યક્તીના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે
સવઁનાશ નોંતરશે .. * (*ધ્રુતરાષ્ટ્ર**)

૭) વિદ્યા ની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજયી થશો - (*અર્જુન*)

૮) બધા સમયે-બધી બાબતોમાં છળકપટથી,
તમે બધે ,બધી બાબતમાં, બધો વખત સફળ નહીં થાવ- (*શકુનિ*)

૯) જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો, વિશ્વની કોઈ પણ શક્તિ, તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે- *( *યુધિષ્ઠિર**)

💐 जयश्री कृष्ण 💐

Gujarati Blog by Manish Patel : 111492585
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now