મનોગામી
=========================°
જીવ માત્ર ની અનુભૂતિ છે કે હું વિચાર કરું , તેવું થવું જોઈએ. મારા મનને અનુકૂળ બધુ બરાબર થવું જોઈએ. અને જો પ્રતિકૂળ થાય તો? માનવ દુઃખી થાય છે. આપણે શામાટે આગ્રહી છીએ કે મારા મન મુજબ નું થવું જોઈએ.
શું આ પ્રકૃતિને અનુરૂપ આપણે જીવન જીવીએ છીએ. શું આપણે કદી આપણી જાતને સમજવા પ્રયત્ન કર્યો છે? શું આપણે સંયમિત જીવન જીવ્યા છે? આપણ ને જીવન શું છે ? એની ખબર છે?
આવા અનેક પ્રશ્નો ઉભા થાય છે. વાસ્તવિકતા ને
સમજવા અને જાણવા માટે.
આ બ્રહ્માંડ એ પ્રાકૃતિક છે ,એ નો ધર્મ પરિવર્તન શીલતા છે અને એટલે જ એમાં ઉત્પત્તિ સ્થિતિ અને લય એવા ભાવ પ્રાકૃતિક સહજ અને સ્વાભાવિક છે,જેના ઉપર માનવી નો કાબુ નથી. કારણ કે એનું શરીર મન બુધ્ધિ ઈન્દ્રિયો વગેરે પ્રાકૃતિક છે. શું તમારા શરીરમાં થતા ફેરફારો ને તમે રોકી શકો છો? શું પ્રકૃતિ ની હિલચાલ પર તમારો કાબુ છે? નથી. તો એટલું સમજી ને ચાલો કે મારી
મર્યાદા માં જે શક્ય છે એ કર્મ કરી ને છૂટી જવું, ભાવ પછી સકામ નિષ્કામ જે હોય તે પ્રમાણે પ્રકૃતિ ની પ્રતિક્રિયા માં પરિણામ મળી જશે. આ પ્રાકૃતિક સત્ય છે.
પરંતુ આપણે તો આપણા મનના મનોરથો પૂર્ણ થાય એ માટે આપણી સમજદારી પ્રમાણે આપણી ઈચ્છા મુજબ નું થવું જોઈએ એવો આગ્રહ રાખી ને સફળતા નિષ્ફળતા ને વહોરી સુખી દુઃખી થઈ એ છે. કારણ કે આપણે મન થી જીવીએ છીએ. અને મન ને જાણતા નથી. જ્યારે એ સમજણ પડી જશે ત્યારે તમારી ઈચ્છા ઉત્પન્ન થતા વેંત પ્રકૃતિ માં ઘટના ઘટી જશે. કારણ કે મન પણ પ્રાકૃતિક છે. જે મન ને જાણશે તેઓ જીવન નો સાચો આનંદ માણશે.
મન શું છે? એનો રંગ રૂપ , ઉત્પત્તિ સ્થિતિ અને લય ને જાણવાની જીજ્ઞાસા હોય અને પ્રયત્નો કરો તો સ્વભાવિક તમે મન ના રહસ્યો અને શક્તિને જાણી તેનો સદ્ઉપયોગ કરી જીવન ને ધન્ય બનાવશો એમાં જરાય શંકા રાખવી નહીં.
એટલે જ મહાપુરુષો એ કહ્યું છે,મન જ મુક્તિ આપે બંધન નું કારણ છે. આ સૃષ્ટિ ના કાર્ય અને કારણ ને સમજવા માટે સો પ્રથમ તમારા મન ને જાણો .તો તમારી ઈચ્છા તૃષ્ણા નો અંત આવી જશે અને જીવન દિવ્ય આનંદ સ્વરૂપ ધારણ કરી લેશે. પછી કશું કરવાપણું રહેતું નથી.
આનંદ મય અનુભૂતિ થશે... ૐ ..