🔥🔥કોઇ નથી મરતું મરવા માટે, અહીંયા તો બસ લોકો જીવવાં માટે જ મરે છે.
લુલો થાય કે લંગડો, અસાધ્ય રોગથી જીવનભર પીડાશે પણ જીવવાંની ઇચ્છા જ એટલી છે કે બસ પીડા સહીને પણ જીવવું છે.
"ના મળ્યું જીવન જેવું તેને જીવવું હતું , આત્મહત્યા કરનાર પણ જીવવાંની શર્તે મરે છે."
અજબ વ્યસન છે જીવનનું , અહીયા તો જીવવાં માટે લોકો મરવાં પણ તૈયાર છે.
એટલે જ કહું છું કે કોઇ નથી મરતું મરવા માટે, અહીંયા તો બસ લોકો જીવવાં માટે જ મરે છે.
-CK🔥🔥