પેપરવેઇટ તળે દબાયેલુ જીવન ઉંહકારા કરતુ રહ્યુ, કયારેક પળભરની નિંરાત લઇ,ફરી એ ભીંસાતુ રહ્યુ. કેલેન્ડર ના પાનાઓ સાથે વજન બદલાતુ રહ્યુ, ઉમ્મીદોના આકાશનુ શરણું કાયમ શોધતુ રહ્યુ. સપનાઓની બારી કયારેક પુરઝડપે ખુલી જતી, થોડાક તડફડિયા મારી જિંદગી ફરી અટવાઇ જતી. કાશ આ પેપરવેઇટ એક દિવસ ઉંચકાઇ જશે, વિચારતા ડર લાગ્યો કોના શિરે મુકાઇ જશે. જવાબદારીના પેપરવેઇટ સાથે જીવવુ કાયમ રહ્યુ, વજન ખુદનુ વધારી,એને હળવુ કરવુ રહ્યુ.