શ્રી સદગુરુ કહે છે કે જો મંત્રજાપ કરતાં કરતાં ઊંઘ આવી જાય તો એ નિદ્રા સમાધિ સમાન બની રહે છે. છેલ્લાં અઢી વર્ષથી હું મંત્રમય બનવાનો અભ્યાસ કરું છું. આજે સવારે જાગ્યો ત્યારે શ્રી સદગુરુની વાતનો સ્વાનુભવ થયો. શાંત, વિચારવિહીન, ગાઢ નિદ્રામાંથી જાગ્યો ત્યારે મંત્રજાપ સાથે જ સવાર પડી.
મારા અધ્યાત્મિક પથપ્રદર્શક શ્રી તેજસભાઇ દવે (માણસા) કહે છે કે મંત્ર એટલે અનંતમાં ડોકિયું કરવાની બારી. સવારે મંત્રજાપ સાથે ઊઠવું અને રાત્રે મંત્રજાપ સાથે પથારીમાં પડવું આ બે સમયની વચ્ચે દિવસભરનો કાળખંડ વિસ્તરેલો રહે છે. આ કાળખંડ મોહ, માયા, મદ, મત્સર અને અનેક પ્રકારની દુન્યવી કામનાઓથી છલકાતો સમયનો ટુકડો હોય છે. પરમ તત્વને એટલી જ પ્રાર્થના છે કે આ સાંસારિક કામનાઓની વચ્ચે રહીને પણ એ મને અલિપ્ત રાખે.
--ઓમ નમઃ શિવાય--
ડો. શરદ ઠાકર