' સતત શીખતી ' દરેક વ્યક્તિ મૂર્ખ છે.
મૂર્ખ બનીને શીખવામાં અહમ્ ઘવાતો હોય, જેણે આ કરી લીધું એ તરી ગયો.
કંઇક પણ નોંધપાત્ર કરવા મટે મૂર્ખ હોવાનો સાક્ષીભાવ જરૂરી છે.
અને હા, સૌથી અગત્યની વાત !
આ મૂર્ખભાવ પામવા માટે જીવનમાં હરિ હાજરાહજૂર હોવા જોઈએ.
તો પ્રયત્ન કરી જુઓ....
#મૂર્ખ
- પંકિલ દેસાઈ