ઉગ્ર હોવું એ સારી વાત નથી. પણ ઘણી બાબતો એવી છે કે જયાં માનવી ઉગ્ર થયા વગર રહી જ ન શકે. દરેક વખતે શાંતિ રાખવામાં ક્યારેક આપણે ગુનેગાર છીએ એવું સાબિત થઈ જાય છે, નિર્દોષ હોવા છતાં. શાંત રહીને વ્યક્તિ ઘણું બધુ વિચારીને કામ કરી શકતો હોય છે. પણ મોટા ભાગે આવી વ્યક્તિનાં મનનો તાગ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે ઉગ્ર વ્યક્તિ ભલે તડ ને ફડ કરી નાખતો હોય પણ જે એનાં મનમાં હોય તે જ એ બોલી નાંખે છે. આવા વ્યક્તિઓની વાત મોટા ભાગે સાચી જ હોય છે. તમે એમાંથી જુઠ્ઠાણુ શોધી ન શકો.
આપણાં દુર્વાસા ઋષિ કે પરશુરામજીને જ લઈ લો. આટલા મોટા તપસ્વી હોવા છતાં પણ એમનાં ગુસ્સાથી ભલભલા લોકો ગભરાતા હતા, કારણ - પોતે સાચા હોવાને લીધે તેઓ કોઈથી ગભરાતા નહોતા.
દરેક જગ્યાએ ઉગ્ર બની કામ નથી કરી શકાતું પરંતુ જયાં બનવું પડે છે ત્યાં શાંતિથી કામ લેવું પણ મૂર્ખામીભર્યું છે.
#ઉગ્ર