વિખુટા પડ્યાની ક્ષણનું અનુસંધાન એમ નહીં મળે.
મનઘડત ધારેલાં જવાબના તો સવાલ જ નહીં મળે.
પ્રસ્તાવના,પટકથા કે પાત્ર બદલાવ્યે મોક્ષ નહીં મળે,
છે ગળું સુરીલું એટલે સ્વરમાં દર્દનો અંદાઝ નહીં મળે.
પીડા એ પીગળ્યા ચહેરાનો અસલી આકાર નહીં મળે,
છો કિસ્સો માનો, હવે મીરાં કે ઝેરના પ્યાલા નહીં મળે.
તપે સુરજ સૌનો આથમવા ઈચ્છીત શ્રિતિજ નહીં મળે,
ભણાવો જિંદગીને પાઠ, આત્મહત્યાથી ”વિજય” નહીં મળે.
વિજય રાવલ
#Kavydrishty