Gujarati Quote in Blog by Drashti..

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી...

            સ્ત્રી એટલે મમતા ની મુરત..
            સ્ત્રી એટલે સમતા ને ધીરજ..?

શા માટે..?  શા માટે સ્ત્રી પર પહેલેથી જ આવા લેબલ લગાવી દેવામાં આવે છે? સ્ત્રી ને નથી બનવું મમતાની મુરત કે તેણે નથી ધરવી દરેક જગ્યાએ ધીરજ... તેને જીવવું છે ખુલીને... તેને લડવું છે પોતાના હક માટે..

                  સ્ત્રી સશક્તિકરણ ના સખત વિરુદ્ધમાં છું હું... કેમ કે જે કહેવાતા લોકો સ્ત્રી ને પુરુષ સમોવડી કરવા નીકળ્યા છે.. તેઓ એ પહેલેથી જ સ્વીકારી લીધું છે કે સ્ત્રી પુરુષ સમોવડી નથી.. તેને સમોવડી બનાવવી પડશે.. ! અરે ! સ્ત્રી ને કોઈ ની દયાની જરૂર જ નથી એ તો પોતાની અંદર જ એક તોફાન લઈને ચાલે છે.. નથી જરૂર સ્ત્રી ને લક્ષ્મી કે જગદંબા ની ઉપમા આપવાની...તેને સ્ત્રી તરીકે રહેવા દો તોય ઘણું છે..

                   સ્ત્રી ભોળી છે તો કહેશે કે તેને કશી ભાન જ નથી.. સ્ત્રી હોશિયાર છે તો કહેશે પેલી તો બધા ને વહેંચી ને ખાય જાય તેવી છે.. શા માટે સ્ત્રી ને પગલે પગલે જજ કરવાની સમાજ ને આદત પડી ગઈ છે..? સીતાજી જેવી સ્ત્રી સહુને જોય છે પણ સામે તૈયાર  કોણ છે રામ, જનક,  દશરથ બનવા?
બળાત્કાર વખતે રસ્તા પર મીણબત્તી લઇ નીકળી પાડવા વાળા ની લાઈન છે... પણ પાડોશ માં રહેતી નિર્ભયા ને બચાવવાં કેટલા તૈયાર છે..?

                   ઘણા કહે છે સ્ત્રીએ સમજણ બહાર નું વ્યક્તિત્વ છે..પણ હકીકત તો એ છે કે સ્ત્રીને સમજવાનો પ્રયત્ન આજ દિન સુધી કોઈ એ કર્યો જ નથી..સ્ત્રી ને કમજોર ગણતા પુરુષ ને ફક્ત એટલુંજ કહીશ કે જેટલું લોહી તમે એક મહિના માં ખોરાક દ્વારા તમારા શરીર માં બનાવી લો છો ને એટલું લોહી તો સ્ત્રી દર મહિને વહાવી દે છે...

અંત માં.. જૂની કહેવત : દીકરી ને ગાય દોરે ત્યાં        જાય...
                   મારાં મતે :  સ્ત્રી ને સિંહણ ત્રાડ પાડી જાય....
                   
                                   -દ્રષ્ટિ..
                       

Gujarati Blog by Drashti.. : 111459494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now