નાનકડી એક જગામાં પક્ષી મરી ગયું
રીબાઈ પાંજરામાં પક્ષી મરી ગયું !
ઘરમાં રહ્યું #સુશોભન માટેની ચીજ થઇ
માણસની સરભરામાં પક્ષી મરી ગયું
બેઠું હતું મજાથી આંબાની ડાળ પર,
આવ્યું જ્યાં બંગલામાં પક્ષી મરી ગયું
કેવી હતાશા સાથે ઉગી સવાર આજ –
ભાણીએ કીધું મામા પક્ષી મરી ગયું
પ્રેમીની જોડી તૂટે તો થાય શું બીજું
પક્ષીને ચાહવામાં પક્ષી મરી ગયું
નીકળ્યું હતું ઘરેથી આકાશ આંબવા
પથ્થરના એક ઘામાં પક્ષી મરી ગયું
✍🏻કૃણાલ_મેવાડા