Quotes by KRUNAL in Bitesapp read free

KRUNAL

KRUNAL

@krunalmevada1
(42)

જરૂરી નથી કે ખરાબ સમય
તમારી જીંદગી માં બધું
બગાડવા માટે આવે છે!
પણ એ તમને એ ઘણું બધું
શીખવાડી નેં પણ જાય છે!...

- #KRUNALQUOTES

Read More

. "જીવન બદલાવું હોય તો વિચાર બદલો, વિચારો બદલાશે તો માર્ગ ખુદ બદલાશે."
- #KRUNALQUOTES

સંબંધોનો આધાર હંમેશા પરસ્પર આદર અને પ્રેમ હોય છે. જો સંબંધોમાં પરસ્પર આદર અને પ્રેમ ન હોય તો કોઈ પણ સંબંધનો કોઈ ફાયદો નથી. જે લોકો તમારો આદર નથી કરી શકતા તેઓ ક્યારેય સંબંધ જાળવી શકતા નથી.
- #KRUNALQUOTES

Read More

"મહેનતુ બનો"

જ્યાં સુધી માણસ પ્રયત્નો ન કરે અને સખત મહેનતમાં પરસેવો ન પાડે, ત્યાં સુધી તે કોઈપણ પ્રકારના શ્રેયનો હકદાર બની શકતો નથી. લક્ષ્મી ફક્ત શ્રમ અને પ્રમાણિકતા ને અનુસરે છે. નસીબ એ મહેનતનું બીજું નામ છે. પ્રકૃતિના બધા જ જીવંત અને નિર્જીવ પ્રાણીઓ તેમના કાર્યમાં રોકાયેલા રહે છે. કીડી પણ એક ક્ષણ માટે શાંતિથી રહી શકતી નથી. કોણ જાણે મધમાખી ટીપું ટીપું મધ એકત્રિત કરવા માટે કેટલી લાંબી મુસાફરી કરે છે. પછી માણસને બુદ્ધિ અને શાણપણ મળ્યું છે. નિષ્ક્રિય રહીને સફળતાની ઇચ્છા રાખવી તેના માટે નકામી છે.

Read More

"સરળ વાત સમજવા માટે સરળ બનવું પડશે."

" કપડાથી ગાળીને શુદ્ધ કરેલું પાણી આપણી તબિયત સારી રાખે છે તેવી જ રીતે વિવેક શુદ્ધ વાણી સબંધને હંમેશા ટકાવી રાખે છે ".

Read More

" મુશ્કેલીઓ રૂ ભરેલા કોથળા જેવી હોય છે, જો તમે જોયા કરશો તો બહુ ભારે દેખાશે પણ જો ઉપાડી લેશો તો હળવી ફૂલ જ હોય છે ".

Read More

ઉપકાર જ યાદ રાખ્યા,
ભૂલને ભૂલી જઈને,
મેં સંબંધોના હિસાબ
એ રીતે ચોખ્ખા કર્યા.
- #KRUNALQUOTES

" ભગવાન ફકત ત્યાં જ નથી હોતા જ્યાં આપણે પ્રાર્થના કરીએ છીએ, પણ ભગવાન ત્યાં પણ હોય છે જ્યાં આપણે ગુનો પણ કરીએ છીએ ".

Read More

બધાં દુઃખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે એ તમારો ભ્રમ છે.
મન પ્રસન્ન રાખો બધાં દુઃખ દૂર થઈ જશે એ હકિકત છે.