Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આગળ એ વધે છે જે મનને સ્થિર રાખે.
આગળ એ વધે છે જે મનને ધીર રાખે.

પોતાની ઔકાત જોઈને કામ કરવાનુંને,
આગળ એ વધે છે જે કર્મની લકીર રાખે.

ધ્યેય સિદ્ધિ લગી બસ મંડ્યા જ રહેવાનું,
આગળ એ વધે છે જે મન નિર્મળનીર રાખે.

ચડસાચડસીથી પ્રગતિ ન થાય કદી કોઈની,
આગળ એ વધે છે જે મન સદા ફકીર રાખે.

સુખદુઃખની આવનજાવન ચાલ્યા કરવાની,
આગળ એ વધે છે જે મન પ્રતિક્ષાચિર રાખે.

ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.





#આગળ

Gujarati Poem by Chaitanya Joshi : 111458142
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now