બે માં....બે બાપ ,
સાત ભાઈઓ નું બાળમરણ.
હત્યારો મામો..
જન્મ સમયે જ ભાગેડુ.
ઘોર વરસાદી યમુના ની યાત્રા..
ગેદી-દડા નો સર્પ-દંશ,
પૂતના નું ઝેર ઈન્દ્ર નું વેર.
રાધા નો વિરહ રણછોડ નું કલંક.
યુધ્ધ નૂ લાન્છન ગાન્ધારી નો શ્રાપ
આંખ સામે કુળવિનાશ
અકાળે અજાણે સ્વ-નાશ.
કોણ કહે છે કાના ને દૂખ નહોતા
પણ કર્મ કરવૂ અને સહજતા સ્વીકારી જીવન જીવતા શિખવી જાય એને જ ભારતે પરમેશ્વર કહ્યા છે.