શાસ્ત્રમાં સ્ત્રીના ચાર ધર્મ વર્ણવ્યા છે.
ગૃહે શુ લક્ષ્મી, કાર્યેશું મંત્રી, ભોજનેશું માતા,
શયનેશું રંભા.
આ વાતનો વિરોધ છે, બધી જવાબદારી શુ સ્ત્રી ની જ!!?? આવી ચાલાકીઓ વાપરીને જ સમાજે સ્ત્રીઓને દબાવીને રાખી છે. આ શાસ્ત્રો પુરુષોએ લખ્યા છે. જે શ્લોક આપ્યો છે તે વાંચવામાં અને સાંભળવામા ખૂબ સુંદર લાગે...પણ તે આઈડિયલ છે, આજની સ્ત્રી એમ ન વર્તી શકે, એટલે ઝગડા થાય. આવી વાતો સાંભળી પુરુષ ઊંચી અપેક્ષાઓ રાખે જે કોઇ દિવસ પુરી થાય નહિ. સ્ત્રી ને સ્ત્રી જ રહેવા દો. દેવી તરીકે પુજી પુજીને એની હાલત નજર સમક્ષ જ છે. ગાયને માતાનો દરજ્જો તો આપ્યો પણ એને કચરાપેટીઓ ફેદવા મજબુર કરી નાખી, શહેરોમાં રખડી રખડીને પ્લાસ્ટીક, પૂંઠા જ નસીબમાં આવે છે. આખો દિવસ તમે ઝગડા કરો પછી અપેક્ષા રાખો કે શયનેશું રંભા બને, ભોજનેશું માતા...માય ફૂટ!
માટે જ એને માનવ જ રહેવા દઈ એની સાથે માનવતા દાખવો, ના બનાવો એને દેવી, કપટ ન કરો એની સાથે.