માળો
એ નથી જયાં 2,5,કે 10 સાથે રહેતાં હોય
એતો પાંજરું કહેવાય કે જયાં કલાબલજ ચાલતી હોય
માળો એને કહેવાય જયાં 2,5, કે 10 - એક થઇને રહેતાં હોય
આવો માળો જૂનો થવા છતાં અને નવા પક્ષી નો ઉમેરો થવા છતાં વર્ષો નાં વર્ષો અખંડિત રહેછે,સાથે સાથે એની મજબૂતી માં પણ વધારો થાય છે.
બાકી માળાનું એક પક્ષી સ્વસંદી, બેફિકરૂ, કે સ્વાર્થી થઈ અવળું ફાટ્યું તો
આવો માળો માળો નહીં રહેતાં મેળો બની જાય છે
જયાં ઘૉઘટજ ઘૉઘટ જોવાને સાંભળવા મળે છે
અને આવા મેળાની લોકો મજા લેતા હોય છે
અને મેળો વીખેરાતા વાર નથી લાગતી.
શૈલેષ જોશી