ઉત્તર તરફ ઉત્તર
વાર્તા વિશે:
હોલીવુડના કોઈ વિલન જેવો દેખાતો ૬.૫ ફૂટ ઊંચાઈ ધરાવતો, જોહન એના બોસના કહેવાથી મારી પત્ની રોશનીનું અને મારુ બેરહેમીથી ખૂન કરે છે. નસીબથી હું બચી જાઉં છું. જોહન અમને બંનેને ગાડીની ડેકીમાં નાખીને ઉત્તર તરફ ક્યાંક લઈ જાય છે. હું મરવાનું નાટક કરીને એની જોડે જઉ છું જેથી આમ અચાનક ઘરમાં ઘૂસીને અમારું મર્ડર કરવાનું કારણ જાણી શકુ. એક જંગલમાં જ્યારે જોહન એના બોસના કહેવાથી મને લાશ સમજીને ફેકવા જાય છે ત્યારે એ સમયનો ફાયદો ઉઠાવીને હું મારી ચતુરાઈથી એના ઉપર હાવી થઈ જાઉં છું, જેથી હું પણ જ્હોનની જોડેજોડે જેતે જગ્યાએ જોહનના બોસે આપેલી ૩૬ કલાકની સમય મર્યાદામાં પહોંચી શકું. દિવસ રાત ગાડી ચલાવીને અશક્ય લાગતો ૨૫૦૦ કિમીનો એ સફર હું માત્ર ૩૬ કલાકમાં ગમેતેમ કરીને પુરો કરુ છું. જોહનનાં બોસે જણાવેલ જગ્યાએ પહોંચતા પહોંચતા જે પ્રશ્નોનું વાવાઝોડું મારા મનમાં ઘૂમી રહ્યુ હતુ એ શાંત થવાને બદલે અહીંયા ચાલતુ વિનાશકારી ષડયંત્ર જોઈને વધારે મોટું સ્વરૂપ લઈ લે છે. આ ષડયંત્ર શેના વિશે છે, રોશનીને મારીને એની લાશ અને ત્યાં જોવા મળેલી ઘણીબધી લાશો જોડે શું થશે, એ બધુજ જાણવા તમારે પણ મારી જોડે જ્હોનની ગાડીમાં બેસીને આ રોમાંચક અને સસ્પેન્સ વાળી સફરનો ભાગ બનવો પડશે.
So, Fasten your seat belt & Let's go.
Read free on Matrubharti
https://www.matrubharti.com/novels/15189/answer-towards-north-by-suketu-kothari
By
Suketu Kothari