Gujarati Quote in Whatsapp-Status by jaydip Lakhani

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તોફાની તો કાનુડો પણ હતો જ ને ? બાળપણમાં જે તોફાની હોય છે તે મોટા થાય ત્યારે ડાહ્યા અને શાંત થઈ જતાં હોય છે અને જે બાળકો શાંત હોય છે તે મોટા થાય ત્યારે કાંઈક મુંજી થતાં હોય છે. તોફાનમાંથી બહાર નીકળી આવનાર જ મજબૂત થાય છે અને તોફાન કે તોફાની સામે લડવા માટે પણ તોફાની બનવું પડે છે. તોફાન મતલબ ચીમકી - ધમકી - જીદ કે આંદોલન વગર અધિકાર મળતા નથી. શાંતિ સારી વાત હોવા છતાં કેટલીકવાર કેટલુંક તોફાન જરૂરી હોય છે. સરહદ પર લડવા માટે વેપારી કે શિક્ષક ના જ ચાલી શકે ત્યાં તો સૈનિકો જ જોઈએ. જેમ એકલી મીઠાઈ જમવાથી સંતૃપ્તિ નથી થતી, સાથે થોડું તીખું તમતમતું જરૂરી છે એમ જીવનમાં પણ થોડીક તોફાન - મસ્તી - શરારત જરૂરી છે.




#તોફાની

Gujarati Whatsapp-Status by jaydip Lakhani : 111452025
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now