The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ચાર પગ કે શિંગડા - પૂંછડું હોવા માત્રથી કોઈ પ્રાણીને પશુ કહેવું તે પશુતા છે. પશુ કોઈ પ્રાણીના દેહમાં નહીં, મનમાં વસે છે. જે પ્રાણીમાં વાત્સલ્ય, વફાદારી, જવાબદારી, સંયમ, સમય પાલન, પરિશ્રમ, એકાગ્રતા, નૃત્ય જેવા કોઈને કોઈ ગુણ રહેલા હોય, જેનું શરીર ભલે આડું હોય છતાં જે સીધા રસ્તે ચાલ્યું જતું હોય એને પશુ કઇ રીતે કહી શકાય? અને ઉપરના ગુણોમાંથી કોઈ ગુણ ના હોય એવો માણસ ભલે શરીરથી સીધો હોય પણ ચાલતો આડા રસ્તે હોય તો એને માણસ કેમ કહી શકાય ???
કહેવાયું છે કે અતિની કોઈ ગતિ નહીં એટલે કે અતિશયતા બહુ સારી વાત નથી. સામાન્ય રીતે ગતિ શબ્દ સાંભળતા જ આપણા દીલ દિમાગમાં ઝડપી ગતિનો અહેસાસ થાય છે પણ ગતિ ધીમી કે સાપેક્ષતાની દ્રષ્ટિએ માઇનસ પણ હોઈ શકે છે એ આપણને બહુ જલ્દી મનમાં ઉતરતું નથી. સામાન્ય રીતે બહુ ઉતાવળ ના હોય તો મધ્યમ ગતિ the best છે, ભગવાન બુદ્ધ પણ મધ્યમ માર્ગની જ તરફેણ કરી ગયા છે. કાચબા ગતિ =ધીમી ગતિએ ચાલીએ તો બીજાથી પાછળ રહી જઈએ & ક્યારેક ભૂખ્યા-તરસ્યા રહી જઈએ, તો બહુ ફાસ્ટ ગતિમાં ભાગવાથી ક્યારેક ક્યાંક ભટકાઈ જવાની ભીતિ રહે છે એટલે જ high way ઉપર speed limit ના બોર્ડ મરાય છે કે માપમાં રહેજો >તમારા ઘેર કોઈક તમારી રાહ જોઈ રહ્યું છે. અતિશય fast ગતિથી માણસ કે મશીન વહેલા થાકી - તૂટી જાય છે તો અતિશય slowly રહેવાથી પાછળ રહી જવાની સંભાવના છે. હા, ક્યારેક અસાધારણ સંજોગોમાં જેમ કે દર્દીને કે અંગદાન લઈ જતા ambulance વાહનને કે કોઈ પ્રાણીની પાછળ શિકારી કૂતરા/પ્રાણી પડ્યા હોય કે પાછળ પૂરના પાણી દોડયા આવતા હોય કે ભૂકંપ જેવી પરિસ્થિતિમાં મકાનમાંથી બહાર ભાગવાનું હોય ત્યારે ધીમી ગતિએ ચાલવાનું ચાલી શકે નહીં. તો ક્યારેક સાવ ધીમા રહી જવાનું કે ઉભા રહી જઈને (= 0 speed) પરિસ્થિતિનું આકલન કરીને પછી ડગલું ભરવું સલામતીભર્યું હોય છે, તો વળી પરિસ્થિતિ જોઈને ક્યારેક પીછેહઠ (= minus ગતિ=રણછોડ ) કરી લઈ 2-5 ડગલાં પાછા ભરી લેવા જોઈએ. ગતિનું પરિમાણ માત્ર સ્થૂળ શરીર કે વસ્તુ પૂરતું નથી,મન અને વધુ આગળ આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો આત્મા અને પરમાત્મા સુધી પહોંચે છે. મનની ગતિથી આપણે પથારીમાં પડ્યા પડ્યા સૂક્ષ્મ રીતે ક્યાંના ક્યાંય પહોંચી જઈએ છીએ તો અધ્યાત્મ ક્ષેત્રે આગળ વધીને જીવ-આત્મા પરમાત્મા તરફ ગતિ કરી શકે છે એવું આ ક્ષેત્રમાં આગળ વધેલા/ ઉપનિષદ જેવા શાસ્ત્રો કહે છે.વિમાન ઊર્ધ્વ ગમન કરે, અવતરણ કરે તે normal છે પણ ઊંધા માથે પડે =અધોગતિ કરે કે આડું ભાગે >તીર્યક ગતિ કરે કે ઉભું રહેવાનું હોય ત્યારે ભાગે કે ranway બહાર નીકળી જાય તે abnormal છે. આમ પ્રગતિ =ઉન્નતિ=ઊર્ધ્વગતિ=ચડતી , અવગતિ=વિમાર્ગગમન, અધોગતિ =પડતી =અવનતિ , તીર્યક ગતિ= આડી ગતિ, સ્થિર ગતિ(0 speed )એમ વિવિધ રૂપ છે.
સહેલું કે નહીં સહેલું એ આપણા પોતાના બળ અને કળ એટલે કે બુદ્ધિ, કાળ એટલે કે સમય - સંજોગ અને કર્મ એટલે કે નસીબ ઉપર આધારીત છે.કોઈ પણ વાત કે કાર્ય સહેલું બનાવવું હોય તો તેનું બુધ્ધિપૂર્વક વિચારીને આયોજન કરવું જોઈએ. એને શરૂ કેવી રીતે કરી શકાય, કેટલો સમય લાગશે, કેવા પ્રકારના માણસોની ક્યારે જરૂર પડશે, આર્થિક પાસું, અનુભવ અને આવડત, વિશ્વાસુ સાથીઓ સાથે હોય +સામાજિક કે ભાવનાત્મક વાત હોય તો તેની બધી વિચારણા કરીને ક્રમબધ્ધ રીતે કૂનેહપૂર્વક કામનો અમલ કરવામાં આવે +કુદરતની કૃપા હોય તો યોગ્ય વ્યક્તિ માટે કોઈ પણ કામ સરળ અને સહેલું બની જાય છે.
જે વાસ્તવિક છે તે એક જ વાસ્તવમાં વાસ્તવિક છે. વાસ્તવિક એટલે સત્ય =સાચું. અને સત્ય એ જ પરમેશ્વર તેથી જે વાસ્તવિક છે તે જ પરમેશ્વર છે.બાકી બધું મિથ્યા છે. જે કોઇ વાસ્તવિકતાને સ્વીકારીને જીવન જીવે છે તે કાયમ સ્વસ્થ રહે છે. વાસ્તવિકને જે સમજે નહીં, સ્વીકારે નહીં, ભ્રમમાં કે વહેમમાં રહે કે જીવે તે વ્હેલા - મોડા હેરાનગતિ પામે છે. વાસ્તવમાં વાસ્તવિકતા જ એક માત્ર કાયમી છે, બાકી બધું નશ્વર છે. જે વ્યક્તિ વાસ્તવિકને ઓળખી જતાં શીખી જાય છે અને વાસ્તવિક રીતે વર્તે છે તેનું જીવન જ વાસ્તવમાં વાસ્તવિક છે. ખોટું જીવન જીવનાર બાહ્ય રીતે કદાચ આપણને સુખી લાગે પણ ખોટું ક્યારેય લાંબુ ચાલતું નથી, વાસ્તવિકતાનો જ અંતે જય થાય છે. વાસ્તવિક એટલે real. જેમ real life અને rill એટલે કે ફિલ્મી લાઇફ વચ્ચે સો કિમીનું અંતર હોય છે તેમ વાસ્તવિક જીવન જ સાચું જીવન છે.
સુશોભન શબ્દ જ એવો સુંદર અને શુભ છે કે તેને સાંભળતા કે વાંચતા જ દીલ અને દિમાગ શુભ મંગલ ભાવથી તરબતર અને સુશોભિત થઈ ઉઠે છે. ખરેખર તો બાહ્ય સુશોભન એટલે કે make up કરતા માણસના મનમાં રહેલું આંતરિક સુશોભન એટલે કે અંતરના સદગુણો જ માણસની સાચી શોભા છે અને માણસની સાચી કિંમત તેના બાહ્ય સુશોભનના બદલે તેના આંતરીક ગુણો જેવા કે કરુણા, પ્રેમ, ઉદારતા, ક્ષમા, દયા, પ્રેમ, વાત્સલ્ય સત્ય, અહિંસા, અસ્તેય, જાત મહેનત, અપરિગ્રહ, સમાનતા વગેરેથી થવી જોઈએ. મિથિલા નરેશ જનક વિદેહીના દરબારમાં બ્રહ્મ ચર્ચા અર્થે ભરાયેલ વિદ્વદજનોની સભામાં જેનાં શરીરના આઠેય અંગો વાંકા હતા તેવા મુનિ શ્રી અષ્ટાવક્ર પધાર્યા ત્યારે સર્વ સભાજનો તેમને જોઈને હસવા લાગ્યા ત્યારે અષ્ટાવક્ર બોલ્યા કે આ તો ચર્મકારોની સભા લાગે છે ત્યારે મહારાજા જનકે પુછ્યું કે બાપજી, કેમ એવું કહો છો? ત્યારે અષ્ટાવક્ર બોલ્યા કે આ સૌ મારા શરીરના બાહ્ય દેખાવ-ત્વચા /ઘાટને જોઈને ઉપહાસ કરે છે ખરેખર તો વ્યક્તિનું મૂલ્ય તેના આંતરિક ગુણો કે વિદ્વતાથી થવું જોઈએ. //નો ડાઉટ કે બાહ્ય સુશોભનની પણ એક કિંમત છે જ પરંતુ તે એક હદ સુધી જ. સ્વચ્છતા અને સુંદરતા સૌને ગમે છે પણ તે સાદાઈ યુકત હોય તો તેની શોભા ઓર ખીલી ઉઠે છે. બહુ વધારે પડતું સુશોભન કે બાહ્ય ભપકા કે મેક અપના થપેડાથી મન ઊબાઈ જાય છે. એટલે જે સુશોભન સાદગી અને સફાઈ યુક્ત અને કુદરતી હોય, હળવું હોય તે સૌને ગમે છે. #સુશોભન
આગળ એટલે પહેલું, આગળ એટલે સામે, આગળ એટલે અગાઉ,આગળ એટલે મોખરે. જે આગળ રહે છે તે મોટેભાગે ફાવે છે તો વળી કેટલીકવાર અને કેટલીક બાબતોમાં ગુમાવે પણ છે. આપણે ત્યાં એક કહેવત છે કે આગળ બુધ્ધિ વાણિયો >જેનો અર્થ એવો થાય છે કે વણિક /વેપારી સમાજ બહુ આગળનું વિચારીને નિર્ણય /પ્લાનિંગ કરે છે અને આ કારણે તે સમાજ પ્રગતિના પંથે હોય છે, સુખી હોય છે. જે માણસ કે સમાજ આગળનું વિચારીને યોગ્ય આયોજન કરે છે તે સુખી થાય છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો કે પૂર આવે ત્યારે પાળો બાંધવાનો કોઈ અર્થ નથી . મકાનમાં ફાયરસેફટીના સાધનો અગાઉથી જ ગોઠવેલ હોય તો ક્યારેક ઓચિંતી કદાચ આગ લાગે તો તાત્કાલિક કામમાં આવે. આગળ એ એક સાપેક્ષ ખ્યાલ છે, ખરેખર તો આગળ કે પાછળ પરસ્પર અભિપ્રેત છે પેલું હિન્દી ફિલ્મી ગીત છે ને કે તિતર કે દો આગે તિતર, તિતર કે દો પિછે તિતર આગે તિતર પિછે તિતર બોલો કિતને તિતર ? આમ આગળ વાળાની પણ આગળ કોઇ હોઈ શકે છે અને ત્યારે તેનું સ્થાન પાછળ જતું રહે છે અને એ જ રીતે પાછળ વાળાની પણ પાછળ કોઈ હોય તો તે તેની પાછળના કરતાં તો આગળના સ્થાને ગણાય છે, જેમ કે P. S. I. કરતાં P. I. નું સ્થાન આગળ ગણાય છે પણ P. I. કરતાં Dy. S. P. કે S. P. નું સ્થાન આગળ ગણાય છે.સારા કામમાં આગળ ચાલનારાનું સમાજમાં માન સન્માન હોય છે તો નઠારા ક્રુત્યોમાં આગળ વધનારાને સમાજ ધિક્કારે છે આમ કાયમ સત્ કાર્યોમાં આગળ વધવું જોઈએ. સૈનિકો કાયમ દેશની સરહદે આગળ રહે છે તેથી દેશવાસીઓ દ્વારા તેમનું કેટલું આદર સન્માન કરવામાં આવે છે ! ક્યારેક એવી સ્થિતિ પણ સર્જાય છે કે આગળ પણ ના જઈ શકાય કે પાછા પણ ના વળી શકાય >આગે ભી જાના મુશ્કીલ, પીછે ભી આના મુસ્કીલ /આગળ ખીણ ને પાછળ કૂવો
શરૂઆતમાં તો આ 'શરૂઆત' શબ્દ વિશે લખવાની શરૂઆત કરવા માટે ~મન અને મગજ, ~બુધ્ધિ અને શરીર, ~આંખ અને હાથ શરૂઆત કે હિંમત કરતા જ ન હતા પણ પછી આ બધાને ઓલ્યા માંયલાએ કહ્યું કે> અલ્યાવ મારા વાલીડાવ, તમે એક વાર શરૂઆત તો કરો તમતમારે હું જીવતો બેઠો છું ને તમે સૌ કેમ મૂંઝાવ છો ?એમ કોઈ કામની શરૂઆત જ ના કરો તો પછી કામ પૂરું જ ક્યાંથી થવાનું? < કેમ કે જેની શરૂઆત સારી એનો અંત પણ સારો અને વળી કોઈ પણ કામની એક સારી શરૂઆત અર્ધા કામની બરાબર છે. હા, પણ આરંભે શુરા ને પછી અધૂરા એવું ના થવું જોઈએ, કેમ કે કામનું શરૂઆતથી સાતત્ય જળવાઈ રહે તો જ તે સારી રીતે પૂરું થઈ શકે. શરૂઆત કરતા પહેલા કોઈ પણ કાર્ય /project નો સારી રીતે અભ્યાસ કરી તેના વિવિધ દરેક પાસા અંગે વિચારણા કરી વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ જેમ કે કામ માટે શું સાધન સામગ્રી, માણસો, આર્થિક વ્યવસ્થા, કામ માટે કોઈ ની મંજૂરી લેવાની હોય તો તે, સંબંધિત જોખમો,કામના કે અગત્યના માણસોની ઓચિંતી ગેરહાજરી ઉભી થાય તો તેના વિકલ્પે stand by ગોઠવણ જો શરૂઆતથી જ વિચારી /ગોઠવી રાખી હોય તો કામ સુપેરે પૂરું કરવામાં ખાસ તકલીફ પડતી નથી. કેટલીક વાર કામની શરૂઆત માટે સમારંભ /ઉદઘાટન સમારોહ યોજવો જોઈએ કેમ કે તેનાથી જે તે પ્રોજેક્ટની જાહેરાત થઈ જાય છે અને સમારોહમાં આવેલ અગત્યના માણસોનો પ્રોજેક્ટને લાભ મળે છે આમ એક ભવ્ય અને વ્યવસ્થિત આયોજનપૂર્વકની શરૂઆત ખૂબ ઉપયોગી થાય છે.કામ પૂરું થયે લોકોને તેની જાણ કરવી જરૂરી લાગે તો તે માટે પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ કેમ કે ઘણીવાર આ કામ કોણે કર્યું તેની ઘણાને ખબર જ નથી હોતી. યોગ્ય અને સારું કામ કરનારને પ્રોત્સાહન મળે તે બહુ જરૂરી છે. કામમાં ભાગ લેનાર નાના- મોટા સૌ કોઈની યોગ્ય કિંમત પણ થવી જરૂરી છે. કામ પૂરું થઈ જાય એટલે શરૂઆતથી શરૂ કરીને અંત સુધીનું આકલન /analysis તથા હિસાબ કિતાબ સમજી લેવા જોઈએ જેથી આવું બીજું કામ કરવા માટેનો નિર્ણય લઈ શકાય. કોઈ પણ કામનો વ્યવસ્થિત હિસાબ શરૂઆતથી જ રાખવો જોઈએ તથા કામ તેના આયોજન અનુસાર શરૂઆતથી અંત સુધી થયા કરે તેની કાળજી રાખવી જોઈએ. >>>તો આવું છે શરૂઆતનું જુઓ ને બાપલીયાવ, મેં પણ શરૂઆત વિષે લખવાની હિંમત કરીને શરૂઆત કરી દીધી અને જુઓને આ 363 ઉપર શબ્દોનું લખાણ તમારી સામે રજૂ કરી દીધું, આભાર. #શરૂઆત
મંદ એટલે ધીમું. જરા ધીરેથી - ધીમેથી વિચારે કે responce આપે એવી બુદ્ધિ તે મંદબુદ્ધિ, એટલે કે બુદ્ધિ તો છે જ પણ જેની speed ઓછી છે તેવું પાત્ર મંદબુદ્ધિ કહેવાય. આવા લોકોની ટ્યૂબલાઇટ થતાં વાર લાગે છે પણ આવા લોકોને ફાયદો એ છે કે અતિ કે ઝડપી બુધ્ધિ વાળા ઘણીવખત ઉતાવળમાં ખોટો નિર્ણય લઈને ક્યાંક ભટકાઈ /ફસાઈ જાય છે તેવી બીક આવા ઓછી speed બુધ્ધિ શક્તિ વાળા માટે ઓછી રહે છે એ એક મોટો ફાયદો થાય છે. ગમે તેમ પણ આપણે સૌ તો કુદરતના રમકડા છીએ >કોઈની ચાવી ફુલ ભરેલી હોય તો તે ફાસ્ટ ચાલે તો કોઈની bettary કે startter નબળા હોય તો ધીમા ચાલે, એના માટે કોઈ જવાબદાર નથી. હા, બચપણમા મંદબુધ્ધી વાળા માનીને જેને શાળામાંથી discharge આપી દેવાયેલ એવા આઈન્સ્ટાઇન , એડિસન કે ચેપ્લીન જેવા પછીથી અત્યંત પ્રતિભાશાળી પુરવાર થયા હતા એટલે દરેક મંદબુધ્ધી બાળકમાં આવી talent છૂપાયેલી છે એમ માનીને શ્રધ્ધાપૂર્વક, ધીરજથી તેને તક આપીને ઉછેરવું, સગવડ હોય તો મંદબુદ્ધિ બાળકોની સારી કાળજીપૂર્વક સારસંભાળ લેતી કોઇ સંસ્થામાં મૂકવું, તેને સામાન્ય જિંદગી જીવી શકે તેવી તાલીમ આપવી એ એક સારો રસ્તો છે. બીજું કે મંદબુધ્ધી ઘણીવાર વારસાગત હોય છે એટલે શકય હોય ત્યાં સુધી આવા પાત્ર/પાત્રોનો વંશ વેલો આગળ ના વધે તેવી વ્યવસ્થા કરવી જોઈએ કેમ કે પછી દુ:ખ વેઠવું એના કરતાં પહેલેથી જ પાળ બાંધી દેવી સારી. આવા કારણથી જ ઘણા parents તબીબોની સલાહ અનુસાર મંદબુદ્ધિ દિકરીઓની hysterectomy કરાવી નાખતાં હોય છે જેથી monthly bleeding ના પ્રશ્નો માંથી બચી શકાય કેમ કે પુખ્ત વય તરફ જતા શરીરને સમજણ વગરનું મન સાચવી શકતું નથી >આવા જ પણ જરા જુદા જાતીય પ્રશ્નો male ચાઇલ્ડ માટે પણ આવતા હોય છે. એક વાત એ પણ સમજી લેવી જોઈએ કે મંદબુધ્ધી અને પાગલપન બંને અલગ બાબત છે એટલે મંદબુધ્ધી વાળાને ક્યારેય પાગલ ના કહેવા જોઈએ. ઘણા આને કર્મનું ફળ ગણાવતા હોય છે પણ એનો કોઈ સબળ આધાર નથી, મેડિકલ science મંદબુધ્ધી માટે genes કે DNA ની વિક્રુતીને જવાબદાર ગણે છે પરંતું તે માટે જવાબદાર DNA સુધારવાની કે બદલવાની ટેકનોલોજી હજુ મળી નથી.અતિ મંદબુધ્ધી બાળક /માણસને સાચવવાનું કામ ખરેખર ખૂબ અઘરું છે અને કુદરતને પ્રાર્થના કરીએ કે કોઇને એટલે કોઈને પણ ઘેર આવું મંદબુધ્ધી બાળક ના આવે. #મંદબુદ્ધિ
જરૂરિયાતમંદની જાયજ જરૂરતનો જવાબ જગન્નાથ જરૂરથી જણાવશે જ. જીગરના ઝઝબાતમાંથી જ્યારે જોશપૂર્વક જ્યોતિ ઝળહળશેને, જગન્નીયંતાએ જ્યાં પણ જમાવ્યું હશે, જાગીને જોરથી જવાબ દેશે, જરૂરત એ જ કે જરૂરિયાતમંદની જરૂરિયાત જાયજ +જિગરમાંથી જોશપૂર્વક જાગવી જોઈએ, જય જયદીપ!જિગરમાંથી જ્યોતિ ઝગમગાવો. #જરૂરિયાતમંદ
આ દુનિયાને, આ સંસારને પંખીનો માળો અમસ્તાં જ નથી કહેવાયો. પંખી જેમ માળો બાંધે, ઈંડા મૂકે, બચ્ચા થાય ને ઉડતા શીખે ને સૌ ઊડી જાય એવું જ; પણ માણસના માળાનો સમયગાળો થોડો મોટો, બાકી 4-5 પેઢી પહેલા કોણ હતું અને કોણ હશે એ કોણ જાણે છે.અને ગમે તેવા ભવ્ય, વિશાળ, મજબૂત માળા પણ કુદરતની એક થપાટ(ભૂકંપ, વાવાઝોડું, સુનામી કે પછી વખત)ના જ ગરાગ હોય છે એ આપણને સૌને ખબર છે .કોઇ વળી કોઇ ના માળામાં ઘૂસી જાય, પચાવી પાડે. કોઈ વળી કોઈના માળા વિખેરી નાખે - ભાંગી નાખે તો કોઈ વળી એવા ય નીકળે જે બીજાના માળા બનાવી પણ આપે. આમ તો કોઇના માળા પચાવી પાડવા, તોડી પાડવા, ફેરવવા એના કરતાં માળા ફેરવવી સારી કે જેથી જીવનની આ ઘટમાળામાંથી મુક્તિ મળે. કોયલની જેમ કોઈ બીજાના માળામાં છેતરપીંડી કરી પોતાના બાળકોને બીજા થકી ઉછેરવામાં વાત્સલ્યની અનુભૂતિ ક્યાંથી થવાની ? માળો બનાવવા માટે કેવી સખત મહેનત કરવી પડે છે એ તો સુઘરી (=સુગૃહી =સારા ઘર વાળી) નો માળો જુઓ તો સમજાય. પેલો દરજીડો પણ કેવી મસ્ત રીતે પાંદડાઓ સીવીને માળો બનાવે છે કાં ! પોતાના સંતાનોને તાપ, ટાઢ, વરસાદ અને સૌથી વધુ તો દુશ્મનોથી બચાવવા માટે જ. વળી માળા બાંધનાર એવી અપેક્ષા તો ક્યારેય નથી રાખતાં કે અમે જેને પેદા કરીએ, ઉછેરીએ તે અમારું ઘડપણ પાળે, બચ્ચા તો પાંખો આવે ને ઉડી જતાં હોય છે. વળી સુઘરીએ પેલા ટાઢથી થર્થરતા વાંદરાભાઈને પોતાના માળાના વખાણ કરીને ઘર બનાવી લેવાની વણજોઈતી સલાહ આપીને ( પરંતુ એ તો વાંદરા કહેવાય >રાજા. વાજા ને વાંદરા વાળા) પોતાનો માળો બાળબચ્ચા સાથે ગુમાવ્યો હતો એમ સમય /માણસ જોઈને વહેવાર /વર્તન કરીએ કે આપણો માળો સાચવીને બેસી રહીએ તો આપણો સંસાર માળો ટકી રહે.જુના મુંબઈમાં માણસો રહેતા તે મકાનોને પણ માળા જ કહેવાતા કે કહે છે અને એમાં સૌથી પહેલા કહ્યું તેમ માનવ પંખીડાવ વસવાટ કરે છે, પણ ઓલા ભજનમાં કહ્યું છે એમ વડલો તો એની ઉપર માળો બાંધી રહેતા પાંખાળાવને ચેતવતો જ હોય છે કે વડવાઈયું સળગી છે એટલે તમે માળાના મોહમાં પડ્યા વગર વહેલા વહેલા ઊડીને સલામત સ્થળે પહોંચી જાવ નહીંતર કોરોના રૂપી આગ તમને ભરખી જશે માટે મારા બાપલિયાવ, ઊંડી જાઓ પંખી પાંખું વાળા!!! #માળો
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser