ઓ તોફાની કુદરત તારા આ તોફાનો.
આફત અને મુસીબતમાં આ દ્વારો.
ભૂકંપ, વાવાઝોડું, દુકાળ ને અતિવૃષ્ટિ.
આ પૃથ્વી પર અહીં નિતનવા આકારો!
આ નદીઓના પૂર ને જ્વાળામુખીઓ,
શું પૃથ્વી ઝીલશે તોફાનના આ ભારો?
નાનકડા એક જીવ, વિષાણુનું આ તોફાન.
ઓ કૃષ્ણ તમે હવે તો આ પૃથ્વીને ઉગારો.
#તોફાની