The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
માનસિક શાંતિ ભંગ કરવા માટેની એક સુંદર વ્યવસ્થા એટલે લગ્ન. - Dr. Pruthvi Gohel
Read my new story on Matribharti https://www.matrubharti.com/book/19962916/tamas-jyoti-1
જે સ્ત્રીના સાસરી પક્ષના સભ્યો એના પિયરના સભ્યોની વારંવાર નિંદા કરે છે અને એમને અન્યોની સામે નીચા દેખાડવાની કોશિશ કરે છે તે વહુ કદી એ ઘરની થઈ શકતી નથી. કોઈપણ સ્ત્રીના માતા-પિતાએ એને ઘણાં વર્ષો સુધી પ્રેમથી ઉછેરીને મોટી કરી હોય છે તો સ્વાભાવિક છે કે એ સ્ત્રીને એના માતા પિતા પ્રત્યે લાગણી હોય જ છે. જ્યારે એની સાસરીપક્ષના લોકો એના માતાપિતાનું વારંવાર અપમાન કરે તો એવા લોકોને એ સ્ત્રી કઈ રીતે માફ કરી શકે? -Dr. Pruthvi Gohel
આપણને એવું લાગે છે કે, આજની પેઢી સોશિયલ મીડિયાના વ્યાપને લીધે પુસ્તકો નહીં વાંચતી હોય, પરંતુ એકવાર કોઈ લાઈબ્રેરીની મુલાકાત લેશો તો તમને સમજાશે કે, ત્યાં આવનારા લોકોમાં આજની યુવા પેઢી જ વધુ છે. (સ્વઅનુભવે જાણેલું) #Book
ગૃહિણીને જેટલી ઝડપથી મૂર્ખ બનાવી શકાય છે એટલી ઝડપથી નોકરી કરતી સ્ત્રીને મૂર્ખ બનાવી શકાતી નથી. -Dr. Pruthvi Gohel
જે સ્ત્રીને તારામાં બુદ્ધિ નથી અથવા તને કંઈ ખબર પડતી નથી એવું કહીને છંછેડવામાં આવે છે તે જ સ્ત્રીઓ આગળ જતા સ્ત્રી સશક્તિકરણની એક ઉત્તમ મિસાલ કાયમ કરે છે. -Dr. Pruthvi Gohel
#શબ્દસફર શબ્દની સફર એક એવી અનોખી સફર છે જે આપણને રોમાંચિત કરી ઉઠે છે. જે આપણે હકીકતમાં કોઈને કહેવા તો ઈચ્છીએ છીએ પરંતુ કોઈ અજાણ્યા ડરના કારણે કદાચ કહી નથી કહી શકતા એને આપણે શબ્દો દ્વારા વાચા આપીને આપણે આપણી ડાયરીમાં કે કોઈ કાગળ પર ઉતારી શકીએ છીએ. કોઈ લેખક દ્વારા લખાયેલી અમુક વાર્તાઓ પણ ક્યારેક ક્યારેક એ લેખકના માનસને ઉજાગર કરતી હોય છે. એમની વાર્તાઓ પરથી ખ્યાલ આવે છે કે, એ લેખકની વિચારસરણી શું છે? એમની વાર્તા દ્વારા અપાતો સંદેશ વાંચકો પર કેટલી હદે અસર ઉપજાવી શકે છે? શબ્દની સફર થકી એક લેખક આનંદની એ સફર કરી લે છે જે સફર કરવાની એની વર્ષોની તમન્ના હોય છે. - પૃથ્વી ગોહેલ તા. ૧૩/૦૪/૨૦૨૪, શનિવાર
#અદ્રશ્ય ઘણી વખત જીવનમાં એવું પણ બનતું હોય છે કે, કોઈ અદ્રશ્ય શક્તિ આપણને તાકાત આપતી હોય છે. જેમ આ શક્તિ આપણને તાકાત આપે છે એવી જ રીતે આપણે પણ કોઈની આવી અદ્રશ્ય શક્તિ બની શકીએ છીએ. દરેક વખતે દર્શનીય રહેવું જરૂરી નથી હોતું. ક્યારેક અદ્રશ્ય રહીને પણ આપણે અમુક કાર્ય કરી શકતા હોઈએ છીએ. જેમ કે, ગુપ્તદાન. દાન હંમેશા ગુપ્ત રહેવું જોઈએ. અદ્રશ્ય રહીને પણ આપણે જરૂરતમંદ લોકોને મદદ કરી શકીએ છીએ. મારી દ્રષ્ટિએ ગુપ્તદાન જેવું ઉત્તમ કાર્ય કોઈ નથી. -પૃથ્વી ગોહેલ તા. ૧૨/૦૪/૨૦૨૪, શુક્રવાર
#પરદેશ આપણા દેશમાં ઘણા લોકોને પરદેશ જવાનો મોહ હોય છે અને એમાં કશું ખોટું પણ નથી, પરંતુ કેટલાક લોકો તો માત્ર પરિવારની જવાબદારીઓમાંથી મુક્ત થવા માટે જ પરદેશ જવા ઈચ્છતા હોય છે. કેટલીક વહુઓ પણ સાસુ સસરાના ત્રાસથી એ હદે કંટાળેલી હોય છે કે એમની સાથે આજીવન ન રહેવું પડે એ માટે પણ પરદેશ જવા મોહિત થતી હોય છે. શું આ રીતે પરદેશ જવાનો મોહ યોગ્ય છે? તમને શું લાગે છે? આપના પ્રતિભાવ કૉમેન્ટ કરીને અવશ્ય જણાવશો. -પૃથ્વી ગોહેલ તા. ૧૧/૦૪/૨૦૨૪, ગુરુવાર
#ખુલાસો મારી દ્રષ્ટિએ જે સંબંધમાં આપણે ખુલાસો કરવો પડે એ સંબંધ જેટલો ઝેરી સંબંધ બીજો કોઈ નથી હોતો. ખુલાસો એ સંબંધમાં ભળતું એક પ્રકારનું એવું ધીમું ઝેર છે જે ધીમે ધીમે ચડે છે અને અંતે એક દિવસ એ મોતને નોતરું આપે છે. જે સંબંધમાં વિશ્વાસનો અભાવ હોય છે ત્યાં જ ખુલાસો કરવો પડે છે અને વિશ્વાસ વિનાનો સંબંધ તો આમ પણ પાયા વિનાની ઈમારત જેવો હોય છે. -પૃથ્વી ગોહેલ તા. ૧૦/૦૪/૨૦૨૪, બુધવાર
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser