Gujarati Quote in Thought by Damyanti Ashani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાયાના પથ્થરની કર્મઠતા કાળક્રમે સમયના ગર્ભમાં દટાઈ જતી હોય છે.

એ પાયો ઘરનો મોભી હોય કે અન્ય ક્ષેત્રની વ્યક્તિ પણ હોઈ શકે. આજે એ પાયાને આધાર બનાવીને ઊભેલું અને રંગરોગાન કરીને ચકચકિત કરેલું લોભામણું ચણતર જ જગતને આંજી નાખતું દેખાય!

તો પણ, એ સહનશીલ પાયો તો પોતાને ટેકે ઊભેલા વર્તમાનને જોઈને રાજી જ થતો હોય.

~Damyanti Ashani

Gujarati Thought by Damyanti Ashani : 111443394
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now