ઘણાને કહેતાં સાંભળ્યા છે કે હમણાં રહેવા દે પછી જોઇ લઈશ. આપણો સમય આવે ત્યારે બતાવી દઈશું. અને ઘણાં એવા હોય છે કે જે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર મોં પર સંભળાવી જાય છે. એમાં કોઈ શક નથી કે વગર વિચાર્યે ક્યારેય કશુ ન બોલવું પણ જયાં મનમાં રાખી મુકીને પાછળથી બદલો લેવાની ભાવના રાખવી અને સામેથી જાણે તમે એમનાં જ છો એવો ડોળ કરવો એ તદ્દન ખોટી વાત છે.
મારા મતે સારા દેખાવાનો ડોળ કરવા કરતા સારુ છે કે જે મનમાં છે તે કહી દેવું. મનમાં રાખી મુકેલી વાત આપણને લાંબો સમય સુધી હેરાન કરે છે જ્યારે તાત્કાલિક ચર્ચા કરવાથી મોટા ભાગે તો સમસ્યાનું નિરાકરણ આવી જ જતું હોય છે. માટે મનમાં રાખી મુકવાને બદલે ચર્ચા કરી લો. સંબંધોમાં ધારી લેવા કરતા પૂછી લેવું વધારે ફાયદાકારક સાબિત થાય છે.
#રાખવું