મૌન સાચે બોલતું , જ હોય છે,
આંખના ભાવો ય તોલતું હોય છે.
કોણ ઈશારા થી , સમજાવે જ્યાં,
શબ્દને દિલ સાચે ખોલતુ હોય છે.
મનના મણકા માં,ગણે છે , કોઈક,
તૃષ્ણા તાલે, , જોડતું એ હોય છે.
હા, તરંગો માંય ,અસ્તિત્વ ખરું ને?
દર્પણ માં પ્રતિબિંબ, ડોલતુ હોય છે.
એક આનંદ ની, લહેર છે અંતર્મુખી,
ચૈતન્ય માં ચિત્ત, બોળતું હોય છે.
=======================