આ વસ્તુઓને ક્યારેય હાથોહાથ ન આપશો, અપશુકન થતા થાય મોટુ નુકસાન
આપણી આદત પરથી ભાગ્યનો સાથ મળે પણ છે અને કિસ્મત રૂઠે પણ છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક આદતો અંગે કહેવાય છે કે આવી આદત હોય તો ક્યારેય બેપાંદડે નથી થઈ શકાતું કિસ્મત હંમેશા હાથ તાળી આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને ક્યારેય કોઈએ હાથોહાથ આપવી જોઈએ નહી. નહીંતો ખુબજ મોટુ નુકસાન થાય છે.
લડાઇ તકરાર થાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ તમારે ત્યાં મરચુ માગે તે તેને હાથોહાથ ન આપશો. કોઈ પ્લેટ કે કટોરીમાં આપશો. કહેવાય છે કે ગમે તેવા સંબંધો ગાઢ હોય તો પણ હાથોહાથ મરચુ આપવાથી તકરાર થાય છે.
આ વસ્તુ આપવાથી ઘટી જાય પુણ્ય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈને હાથોહાથ મીઠુ આપવુ નહી માન્યતા છે કે આવું કરવાથી પુણ્ય ઘટી જાય છે. આથી કોઈને હાથોહાથ મીઠું આપવુ નહી.
આ સિવાય હાથમાં પાણી લઈને બીજી હથેળીમાં ન લેશો આવુ કરશો તો ધનની હાની થશે, પુણ્ય ઘટી જશે. આથી પાણીને હંમેશા કોઈ પાત્રમાં લઈને જ આપવુ.
આ વસ્તુઓ આપવાથી સંબંધો બગડે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈને પણ હાથોહાથ કે વાપરેલ રૂમાલ આપવો નહી આવું કરવાથી સંબંધોમાં તકરાર આવે છે.
ઘરમાંથી બરકત જતી રહે
જ્યોતિષ શાસ્ત્રમાં અન્નનું ખુબજ મહત્વ રહેલુ છે આથી રોટલી કોઈને પણ હાથમાં ન આપવી જોઈએ. માન્યતા છે કે રોટલી હાથો હાથ આપતા બરકત જતી રહે છે.